લોડ થઈ રહ્યું છે

અનુવાદો [38]

મૂળપરિયાયસુત્ર

એવુ મેં સાંભળ્યું—એક વખત ભગવંત ઉક્કઠાની પાસે સુભગના ઉપવનમાં ભવ્ય સાલવૃક્ષના તળિયે વિહા૨ કરી રહ્યા હતા. ત્યાં ભગવંતે ભિક્ષુઓને સંબોધિને કહ્યું: “ભિક્ષુઓ!”

“ભદન્ત!”, ભિક્ષુઓએ જવાબ આપ્યો. ભગવંતે કહ્યું:

“હું તમને સર્વ ધર્મોના મૂળની શિક્ષા આપું છું. એને સાંભળો, અને સારી રીતે મનમા રાખો, હું કહું છું”.

“હા, ભન્તે” ભિક્ષુઓએ ભગવંતને જવાબ આપ્યો. ભગવંતે એવું કહ્યું:

“હવે, ભિક્ષુઓ, એક અજ્ઞાની સામાન્ય માણસ જેણે આર્યોના દર્શન નથી કર્યા, જે આર્યધર્મથી અજાણ છે અને આર્યધર્મમાં અશિક્ષિત છે, સજ્જનોના દર્શનથી વંચિત છે, સજ્જનોના ધર્મથી અજાણ છે અને આર્યધર્મમાં અશિક્ષિત છે—તે પૃથ્વીને પૃથ્વી સમજતો હોય છે; પૃથ્વીને પૃથ્વી સમજ઼ી પોતાને પૃથ્વી માને છે, પોતાને પૃથ્વીમાં માને છે, પોતાને પૃથ્વીથી અલગ માને છે, પૃથ્વી મારી છે એવું માને છે, પૃથ્વીમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણ઼પણે સમજાયું નથી’, કહું છું.

પાણીને પાણી સમજતો હોય છે; પાણીને પાણી સમજી પોતાને પાણી માને છે, પોતાને પાણીમાં માને છે, પોતાને પાણીથી અલગ માને છે, પાણી મારું છે એવું માને છે, પાણીમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

અગ્નિને અગ્નિ સમજતો હોય છે; અગ્નિને અગ્નિ સમજ઼ી પોતાને અગ્નિ માને છે, પોતાને અગ્નિમાં માને છે, પોતાને અગ્નિથી અલગ માને છે, અગ્નિ મારી છે એવું માને છે, અગ્નિમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

વાયુને વાયુ સમજતો હોય છે; વાયુને વાયુ સમજી પોતાને વાયુ માને છે, પોતાને વાયુ માને છે, પોતાને વાયુથી અલગ માને છે, વાયુ મારો છે એવું માને છે, વાયુમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

પ્રાણીઓને પ્રાણી સમજતો હોય છે; પ્રાણીઓને પ્રાણી સમજી પોતાને પ્રાણી માને છે, પોતાને પ્રાણીઓમાં માને છે, પોતાને પ્રાણીઓથી અલગ માને છે, પ્રાણીઓ મારા છે એવું માને છે, પ્રાણીઓમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

દેવોને દેવ સમજતો હોય છે; દેવોને દેવ સમજી પોતાને દેવ માને છે, પોતાને દેવોમાં માને છે, પોતાને દેવોથી અલગ માને છે, દેવો મારા છે એવું માને છે, દેવોમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

પ્રજાપતિને પ્રજાપતિ સમજતો હોય છે; પ્રજાપતિને પ્રજાપતિ સમજી પોતાને પ્રજાપતિ માને છે, પોતાને પ્રજાપતિમાં માને છે, પોતાને પ્રજાપતિથી અલગ માને છે, પ્રજાપતિ મારા છે એવું માને છે, પ્રજાપતિમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

બ્રહ્માને બ્રહ્મા સમજતો હોય છે; બ્રહ્માને બ્રહ્મા સમજી પોતાને બ્રહ્મા માને છે, પોતાને બ્રહ્મામાં માને છે, પોતાને બ્રહ્માથી અલગ માને છે, બ્રહ્મા મારા છે એવું માને છે, બ્રહ્મામાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

આભાસર દેવોને અભાસર દેવ સમજતો હોય છે; આભાસર દેવોને આભાસર દેવ સમજી પોતાને આભાસર દેવ માને છે, પોતાને આભાસર દેવોમાં માને છે, પોતાને આભાસર દેવોથી અલગ માને છે, આભાસર દેવો મારા છે એવું માને છે, આભાસર દેવોમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ સમજતો હોય છે; શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ સમજી પોતાને શુભકૃષ્ણ દેવ માને છે, પોતાને શુભકૃષ્ણ દેવોમાં માને છે, પોતાને શુભકૃષ્ણ દેવોથી અલગ માને છે, શુભકૃષ્ણ દેવો મારા છે એવું માને છે, શુભકૃષ્ણ દેવોમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ સમજતો હોય છે; મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ સમજી પોતાને મહાફળધારિ દેવ માને છે, પોતાને મહાફળધારિ દેવોમાં માને છે, પોતાને મહાફળધારિ દેવોથી અલગ માને છે, મહાફળધારિ દેવો મારા છે એવું માને છે, મહાફળધારિ દેવોમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

અભિભૂ દેવોને અભિભૂ દેવ સમજતો હોય છે; અભિભૂ દેવોને અભિભૂ દેવ સમજી પોતાને અભિભૂ દેવ માને છે, પોતાને અભિભૂ દેવોમાં માને છે, પોતાને અભિભૂ દેવોથી અલગ માને છે, અભિભૂ દેવો મારા છે એવું માને છે, અભિભૂ દેવોમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન સમજતો હોય છે; અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનુ મનોસ્થાન સમજી પોતાને અનંત આકાશનુ મનોસ્થાન માને છે, પોતાને અનંત આકાશના મનોસ્થાનમાં માને છે, પોતાને અનંત આકાશના મનોસ્થાનથી અલગ માને છે, અનંત આકાશનુ મનોસ્થાન મારું છે એવું માને છે, અનંત આકાશના મનોસ્થાનમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

અનંત ચૈતન્યના મનોસ્થાનને અનંત ચૈતન્યનું મનોસ્થાન સમજતો હોય છે; અનંત ચૈતન્યના મનોસ્થાનને અનંત ચૈતન્યનું મનોસ્થાન સમજી પોતાને અનંત ચૈતન્ય મનોસ્થાન માને છે, પોતાને અનંત ચૈતન્યના મનોસ્થાનમાં માને છે, પોતાને અનંત ચૈતન્યના મનોસ્થાનથી અલગ માને છે, અનંત ચૈતન્યનું મનોસ્થાન મારું છે એવું માને છે, અનંત ચૈતન્યના મનોસ્થાનમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણ઼પણે સમજાયું નથી’, કહું છું.

સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન સમજતો હોય છે; સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન સમજી પોતાને સર્વઅભાવનુ મનોસ્થાન માને છે, પોતાને સર્વઅભાવના મનોસ્થાનમાં માને છે, પોતાને સર્વઅભાવના મનોસ્થાનથી માને છે, સર્વઅભાવનુ મનોસ્થાન મારું છે એવું માને છે, સર્વઅભાવના મનોસ્થાનમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન સમજતો હોય છે; સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન સમજી પોતાને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન માને છે, પોતાને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનમાં માને છે, પોતાને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનથી અલગ માને છે, સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન મારું છે એવું માને છે, સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

જોએલાને જોએલું સમજતો હોય છે; જોએલાને જોએલું સમજી પોતાને જોએલું માને છે, પોતાને જોએલામાં માને છે, પોતાને જોએલાથી અલગ માને છે, જોએલું મારું છે એવું માને છે, જોએલામાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

સાંભળ્યાને સાંભળ્યું સમજતો હોય છે; સાંભળ્યાને સાંભળ્યું સમજી પોતાને સાંભળેલુ માને છે, પોતાને સાંભળ્યામાં માને છે, પોતાને સાંભળ્યાથી અલગ માને છે, સાંભળેલું મારું છે એવું માને છે, સાંભળ્યામાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

મનોધારિતને મનોધારિત સમજતો હોય છે; મનોધારિતને મનોધારિત સમજી પોતાને મનોધારિત માને છે, પોતાને મનોધારિતમાં માને છે, પોતાને મનોધારિતથી અલગ માને છે, મનોધારણાઓ મારી છે એવું માને છે, મનોધારિતમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

જાણેલાને જાણેલું સમજતો હોય છે; જાણેલાને જાણેલું સમજી પોતાને જાણેલુ માને છે, પોતાને જાણેલામાં માને છે, પોતાને જાણેલાથી અલગ માને છે, જાણેલુ મારું છે એવું માને છે, જાણેલામાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

એકતાને એકતા સમજતો હોય છે; એકતાને એકતા સમજી પોતાને એકતા માને છે, પોતાને એકતામાં માને છે, પોતાને એકતાથી અલગ માને છે, એકતા મારી છે એવું માને છે, એકતામાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

વિવિધતાને વિવિધતા સમજતો હોય છે; વિવિધતાને વિવિધતા સમજી પોતાને વિવિધતા માને છે, પોતાને વિવિધતામાં માને છે, પોતાને વિવિધતાથી અલગ માને છે, વિવિધતા મારી છે એવું માને છે, વિવિધતામાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

સર્વને સર્વ સમજતો હોય છે; સર્વને સર્વ સમજી પોતાને સર્વ માને છે, પોતાને સર્વમાં માને છે, પોતાને સર્વથી અલગ માને છે, સર્વ મારું છે એવું માને છે, સર્વમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

નિર્વાણને નિર્વાણ સમજતો હોય છે; નિર્વાણને નિર્વાણ સમજી પોતાને નિર્વાણ માને છે, પોતાને નિર્વાણમાં માને છે, પોતાને નિર્વાણથી અલગ માને છે, નિર્વાણ મારું છે એવું માને છે, નિર્વાણમાં આનંદ લે છે. એ શેના માટે? ‘એને સંપૂર્ણપણે સમજાયું નથી’, કહું છું.

સામાન્ય માણસની પ્રથમ ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.

ભિક્ષુઓ, જે ભિક્ષુ શિક્ષાર્થી હોય છે, જેણે ધ્યેય પરિપૂર્ણ નથી કર્યો પણ જેને બંધનથી મુક્તીના સર્વશ્રેષ્ઠ આશ્રયની આકાંશા હોય છે એ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણે છે; પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી એમણે પોતાને પૃથ્વી ના માનવું જોઇએ, પોતાને પૃથ્વીમાં ના માનવું જોઇએ, પોતાને પૃથ્વીથી અલગ ના માનવું જોઇએ, પૃથ્વી મારી છે એવું ના માનવું જોઇએ, પૃથ્વીમાં આનંદ ના લેવો જોઇએ. એ શેના માટે? ‘એમને સંપૂર્ણપણે સમજાય એના માટે’, કહું છું.

પાણીને પાણી … અગ્નિને અગ્નિ … વાયુને વાયુ … પ્રાણીઓને પ્રાણી … દેવોને દેવ … પ્રજાપતિને પ્રજાપતિ … બ્રહ્માને બ્રહ્મા … આભાસર દેવોને અભાસર દેવ … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ … અભિભૂ દેવોને અભિભૂ દેવ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનુ મનોસ્થાન … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન … જોએલાને જોએલું … સાંભળ્યાને સાંભળ્યું … મનોધારિતને મનોધારિત … જાણેલાને જાણેલું … એકતાને એકતા … વિવિધતાને વિવિધતા … સર્વને સર્વ … નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે; પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી એમણે પોતાને નિર્વાણ ના માનવું જોઇએ, પોતાને નિર્વાણમાં ના માનવું જોઈએ, પોતાને નિર્વાણથી અલગ ના માનવું જોઇએ, નિર્વાણ મારું છે એવું ના માનવું જોઇએ, નિર્વાણમાં આનંદ ના લેવો જોઇએ. એ શેના માટે? ‘એમને સંપૂર્ણપણે સમજાય એના માટે’, કહું છું.

શિક્ષાર્થિની બીજી ભુમિપરિચ્છેદની પૂર્ણતા.

ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનુ હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે; પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા. એ શેના માટે? ‘એમને સંપૂર્ણપણે સમજાયું છે એટલે’, કહું છું.

પાણીને પાણી … અગ્નિને અગ્નિ … વાયુને વાયુ … પ્રાણીઓને પ્રાણી … દેવોને દેવ … પ્રજાપતિને પ્રજાપતિ … બ્રહ્માને બ્રહ્મા … આભાસર દેવોને અભાસર દેવ … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ … અભિભૂ દેવોને અભિભૂ દેવ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન … જોએલાને જોએલું … સાંભળ્યાને સાંભળ્યું … મનોધારિતને મનોધારિત … જાણેલાને જાણેલું … એકતાને એકતા … વિવિધતાને વિવિધતા … સર્વને સર્વ … નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે; પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા. એ શેના માટે? ‘એમને સંપૂર્ણપણે સમજાયું છે એટલે’, કહું છું.

અરહંતની ત્રીજી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.

ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનું હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે; પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા. એ શેના માટે? કારણકે લાલસાના વિનાશને લીધે તેઓ લાલસાથી મુક્ત છે.

પાણીને પાણી … અગ્નિને અગ્નિ … વાયુને વાયુ … પ્રાણીઓને પ્રાણી … દેવોને દેવ … પ્રજાપતિને પ્રજાપતિ … બ્રહ્માને બ્રહ્મા … આભાસર દેવોને અભાસર દેવ … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ … અભિભૂ દેવોને અભિભૂ દેવ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું સ્થાન … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન … જોએલાને જોએલું … સાંભળ્યાને સાંભળ્યું … મનોધારિતને મનોધારિત … જાણેલાને જાણેલું … એકતાને એકતા … વિવિધતાને વિવિધતા … સર્વને સર્વ … નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે; પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા. એ શેના માટે? કારણકે લાલસાના વિનાશને લીધે તેઓ લાલસાથી મુક્ત છે.

અરહંતની ચોથી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.

ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનુ હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે; પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા. એ શેના માટે? કારણકે દ્વેષના વિનાશને લીધે તેઓ દ્વેષથી મુક્ત છે.

પાણીને પાણી … અગ્નિને અગ્નિ … વાયુને વાયુ … પ્રાણીઓને પ્રાણી … દેવોને દેવ … પ્રજાપતિને પ્રજાપતિ … બ્રહ્માને બ્રહ્મા … આભાસર દેવોને અભાસર દેવ … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ … અભિભૂ દેવોને અભિભૂ દેવ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન … જોએલાને જોએલું … સાંભળ્યાને સાંભળ્યું … મનોધારિતને મનોધારિત … જાણેલાને જાણેલું … એકતાને એકતા … વિવિધતાને વિવિધતા … સર્વને સર્વ … નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે; પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા. એ શેના માટે? કારણકે દ્વેષના વિનાશને લીધે તેઓ દ્વેષથી મુક્ત છે.

અરહંતની પાંચમી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.

ભિક્ષુઓ, જે ભિક્ષુ અશુદ્ધિઓના અંત દ્વારા અ૨હંત થયા છે, જેમણે ધાર્મિક જીવન જીવ્યું છે, જે કરવાનુ હતું તે કર્યું છે, બોજ઼ મૂકી દીધો છે, પોતાનો ધ્યેય સિદ્ધ કર્યો છે, અસ્તિત્વના બંધનનો સંપૂર્ણપણે વિનાશ કર્યો છે, જે સમ્મજ્ઞાન દ્વારા સંપૂર્ણપણે મુક્ત થયા છે તેઓ પણ પ્રત્યક્ષ રીતે પૃથ્વીને પૃથ્વી તરીકે જાણતા હોય છે; પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા. એ શેના માટે? કારણકે મોહના વિનાશને લીધે તેઓ મોહથી મુક્ત છે.

પાણીને પાણી … અગ્નિને અગ્નિ … વાયુને વાયુ … પ્રાણીઓને પ્રાણી … દેવોને દેવ … પ્રજાપતિને પ્રજાપતિ … બ્રહ્માને બ્રહ્મા … આભાસર દેવોને અભાસર દેવ … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ … અભિભૂ દેવોને અભિભૂ દેવ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન … જોએલાને જોએલું … સાંભળ્યાને સાંભળ્યું … મનોધારિતને મનોધારિત … જાણેલાને જાણેલું … એકતાને એકતા … વિવિધતાને વિવિધતા … સર્વને સર્વ … નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે; પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા. એ શેના માટે? કારણકે મોહના વિનાશને લીધે તેઓ મોહથી મુક્ત છે.

અરહંતની છઠ્ઠી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.

અરહંત, સમ્મસંબુધ્ધ, તથાગત પણ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણતા હોય છે; પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા. એ શેના માટે? ‘તથાગતને સંપૂર્ણપણે અંત સુધી સમજાયું છે એટલે’, કહું છું.

પાણીને પાણી … અગ્નિને અગ્નિ … વાયુને વાયુ … પ્રાણીઓને પ્રાણી … દેવોને દેવ … પ્રજાપતિને પ્રજાપતિ … બ્રહ્માને બ્રહ્મા … આભાસર દેવોને અભાસર દેવ … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ … અભિભૂ દેવોને અભિભૂ દેવ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન … જોએલાને જોએલું … સાંભળ્યાને સાંભળ્યું … મનોધારિતને મનોધારિત … જાણેલાને જાણેલું … એકતાને એકતા … વિવિધતાને વિવિધતા … સર્વને સર્વ … નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે; પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા. એ શેના માટે? ‘તથાગતને સંપૂર્ણપણે અંત સુધી સમજાયું છે એટલે’, કહું છું.

તથાગતની સાતમી ભૂમિપરિચ્છેદની પૂર્ણતા.

અરહંત, સમ્મસંબુધ્ધ, તથાગત પણ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણતા હોય છે; પરંતુ પૃથ્વીને પ્રત્યક્ષ રીતે પૃથ્વી તરીકે જાણી તેઓ પોતાને પૃથ્વી નથી માનતા, પોતાને પૃથ્વીમાં નથી માનતા, પોતાને પૃથ્વીથી અલગ નથી માનતા, પૃથ્વી મારી છે એવું નથી માનતા, પૃથ્વીમાં આનંદ નથી લેતા. એ શેના માટે? ‘આનંદ માણવાની વૃત્તિ દુ:ખનું મૂળ છે’—અને અસ્તિત્વના કારણે જન્મ થાય છે અને જે જન્મેલા છે તેમને ઘડપણ અને મૃત્યુનો અનુભવ થાય છે. આ કારણે, ભક્ષુઓ, ‘તૃષ્ણાના સંપૂર્ણ વિનાશ, વૈરાગ્ય, નિરોધ, ત્યાગ, અને છોડી દેવાને લીધે, તથાગત સર્વશ્રેષ્ઠ સમ્યક સંબોધિમાં જાગૃત થયા છે’, કહું છું.

પાણીને પાણી … અગ્નિને અગ્નિ … વાયુને વાયુ … પ્રાણીઓને પ્રાણી … દેવોને દેવ … પ્રજાપતિને પ્રજાપતિ … બ્રહ્માને બ્રહ્મા … આભાસર દેવોને અભાસર દેવ … શુભકૃષ્ણ દેવોને શુભકૃષ્ણ દેવ … મહાફળધારિ દેવોને મહાફળધારિ દેવ … અભિભૂ દેવોને અભિભૂ દેવ … અનંત આકાશના મનોસ્થાનને અનંત આકાશનું મનોસ્થાન … અનંત ચેતનાના મનોસ્થાનને અનંત ચેતનાનું મનોસ્થાન … સર્વઅભાવના મનોસ્થાનને સર્વઅભાવનું મનોસ્થાન … સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવના મનોસ્થાનને સંજ્ઞા કે અસંજ્ઞાના અભાવનું મનોસ્થાન … જોએલાને જોએલું … સાંભળ્યાને સાંભળ્યું … મનોધારિતને મનોધારિત … જાણેલાને જાણેલું … એકતાને એકતા … વિવિધતાને વિવિધતા … સર્વને સર્વ … નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણે છે; પરંતુ નિર્વાણને પ્રત્યક્ષ રીતે નિર્વાણ તરીકે જાણી તેઓ પોતાને નિર્વાણ નથી માનતા, પોતાને નિર્વાણમાં નથી માનતા, પોતાને નિર્વાણથી અલગ નથી માનતા, નિર્વાણ મારું છે એવું નથી માનતા, નિર્વાણમાં આનંદ નથી લેતા. એ શેના માટે? ‘આનંદ માણવાની વૃત્તિ દુખનું મૂળ છે’—અને અસ્તિત્વના કારણે જન્મ થાય છે અને જે જન્મેલા છે તેમને ઘડપણ અને મૃત્યુનો અનુભવ થાય છે. આ કારણે, ભક્ષુઓ, ‘તૃષ્ણાના સંપૂર્ણ વિનાશ, વૈરાગ્ય, નિરોધ, ત્યાગ, અને છોડી દેવાને લીધે, તથાગત સર્વશ્રેષ્ઠ સમ્યક સંબોધિમાં જાગૃત થયા છે’, કહું છું.

તથાગતની આઠમી ભૂમિપરચ્છેદની પૂર્ણતા.

ભગવંતે એવું કહ્યું. પણ એ ભિક્ષુઓને ભગવંતના શબ્દો ના ગમ્યા.

પ્રથમ મૂળપરિયાયસૂત્રની સમાપ્તિ.

ટિપ્પણીઓ [8]